એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 30th June 2020

છેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ

યુ.એસ.: યુનાઇટેડ નેશનશના તાજેતરમાં 2020 ની સાલમાં બહાર પડેલા અહેવાલમાં જણાવાયા મુજબ છેલ્લા 50 વર્ષમાં વિશ્વમાંથી 14 કરોડ 26 લાખ મહિલાઓ લાપત્તા થઇ છે.જે  પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદભાવને કારણે થઇ છે.લાપતા થયેલી આટલી મોટી સંખ્યાની વિશ્વની મહિલાઓમાં ભારતની મહિલાઓની સંખ્યા 4 કરોડ 58 લાખ જેટલી છે.જયારે ચીનની સંખ્યા 7 કરોડ 23 લાખની છે.  જે અંતર્ગત 2013 થી 2017 ની સાલ દરમિયાન ભારતમાંથી જન્મતાની સાથે જ લાપત્તા થયેલી બાળકીઓની સંખ્યા 4 લાખ 60 હજાર હતી. આમ બાળકીનો જન્મ થતાની સાથે તેનો ત્યાગ કરવાની ઘટનાઓ પણ એમાં શામેલ છે.
50 વર્ષ પહેલા એટલે કે 1970 ની સાલ પહેલા વિશ્વમાંથી લાપત્તા થયેલી મહિલાઓની સંખ્યા 6 કરોડ 10 લાખ હતી જે છેલ્લા 50 વર્ષ દરમિયાન વધીને 14 કરોડ 26 ઉપરાંત થઇ ગઈ છે.

(8:17 pm IST)