એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 27th June 2020

29 જૂનથી કરતારપુર કોરિડોર ખુલ્લો મુકવાની પાકિસ્તાનની ઓફર ભારતે ઠુકરાવી : પાકિસ્તાન સરકારે એક સપ્તાહ પહેલા જાણ કરવી જોઈતી હતી

ન્યુદિલ્હી : મહારાજા રણજીતસિંહની પુણ્યતિથિ નિમિત્તે  કરતારપુર કોરિડોર ખુલ્લો મુકવાની પાકિસ્તાન સરકારે ઓફર કરી હતી.પરંતુ પાકિસ્તાને ઓછામાં ઓછા એક સપ્તાહ પહેલા જાણ કરવી જોઈતી હતી.તેમ જણાવી ભારત સરકારે આ ઓફરનો અસ્વીકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 19 માર્ચથી કરતારપુર કોરિડોર બંધ કરી દેવાયો હતો.જે ઉપરોક્ત પ્રસંગને અનુલક્ષીને ખુલ્લો મુકવાની પાકિસ્તાન સરકારે બે દિવસ પહેલા ઓફર  કરી હતી.કરતારપુર ગુરુદ્વારામાં શીખોના ધર્મગુરુ નાનક સાહેબે તેમના જીવનના અંતિમ 18 વર્ષ વિતાવ્યા હતા.તેથી સમગ્ર વિશ્વમાં વસતા શીખો માટે આ સ્થળ તીર્થધામ ગણાય છે.

(7:45 pm IST)