News of Saturday, 27th June 2020
અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં સમર્થન બદલ ભારતીયોનો આભાર માનતા ડોનાલ્ડ ટ્રમ્પ : અનેક રાજ્યોમાં 50 ટકા ઉપરાંત ઇન્ડિયન અમેરિકન ટ્રમ્પના સમર્થનમાં હોવાનું મંતવ્ય
વોશિંગટન : વ્હાઇટ હાઉસના સૂત્રો મુજબ અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં અનેક રાજ્યોમાં ઇન્ડિયન અમેરિકન નાગરિકોનું ટ્રમ્પને સમર્થન મળી રહ્યું છે.જે 50 ટકા ઉપર છે.અનેક ડેમોક્રેટ સમર્થકો રિપબ્લિક ટ્રમ્પની તરફેણ કરી રહ્યા હોવાના સમાચારથી ટ્રમ્પએ ભારત તથા અમેરિકામાં વસતા ભારતીયો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચેની દોસ્તી જગજાહેર છે.જેથી શ્રી મોદીના સમર્થકો સ્વાભાવિકપણે પોતાને સમર્થન આપશે તેવું ટ્રમ્પનું અનુમાન છે.
(2:25 pm IST)