News of Saturday, 27th June 2020
અફઘાનથી આવેલા શીખ અને હિન્દૂ નિરાશ્રિતોને આશરો આપવામાં પ્રાધાન્ય આપો : 20 જેટલા સેનેટરની સહી સાથે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પૉમ્પિઓને આવેદનપત્ર : અફઘાનિસ્તાનમાં લઘુમતી કોમ સલામત નથી
વોશિંગટન : અફઘાનિસ્તાનમાં છાશવારે શીખ અને હિન્દૂ કોમ ઉપર થતા હુમલાઓ અને તેઓની થઇ રહેલી નિર્મમ હત્યાને ધ્યાને લઇ અમેરિકામાં આશરો લેવા આવેલા શીખ તથા હિન્દૂ કોમના લોકોને આશ્રય આપવામાં પ્રાધાન્ય આપવું જોઈએ તેવું આવેદનપત્ર 20 જેટલા સેનેટરે સહી કરીને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પૉમ્પિઓને આપ્યું છે.
આવેદનપત્રમાં જણાવાયા મુજબ અમેરિકાના અશ્રિતઃગ્રહોમાં અનેક વિદેશી લોકો છે.પરંતુ હાલની તકે અફઘાનિસ્તાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઇ ઉપરોક્ત ફેરફાર કરવો જરૂરી હોવાનું જણાયું છે.
(1:33 pm IST)