એન. આર. આઈ. સમાચાર
News of Friday, 26th June 2020

DACA પ્રોગ્રામ રદ કરવાના ટ્રમ્પના નિર્ણયને પછડાટ : બાળપણથી અમેરિકામાં વસતા 6 લાખ 50 હજાર જેટલા ઇમિગ્રન્ટ્સ ઉપર લટકતી દેશનિકાલની તલવાર સુપ્રીમ કોર્ટે હટાવી : જશ્નનો માહોલ

વોશિંગટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બારાક ઓબામાના સમયથી અસ્તિત્વમાં આવેલા   પ્રોગ્રામને હટાવી દેવાનો નિર્ણય વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કર્યો હતો.પરિણામે અમેરિકામાં બાળપણથી વસતા 6 લાખ 50 હજાર જેટલા ઇમિગ્રન્ટ્સ માટે દેશનિકાલની નોબત આવી પડી હતી.
        આથી ટ્રમ્પના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી.જેના પરિણામે નામદાર કોર્ટે ટ્રમ્પના આ નિર્ણય વિરુદ્ધ ચુકાદો આપતા દેશનિકાલ અંગે લટકતી તલવાર દૂર થઇ જતા ઈમિગ્રન્ટ્સમાં કે જેમાં ભારતીયો વિશાળ સંખ્યામાં છે.તેઓમાં જશ્નનો માહોલ છવાયો હતો.
        સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને કોંગ્રેસ વુમન ઈન્ડિન અમેરિકન સુશ્રી પ્રમીલા જયપાલ સહિતના આગેવાનોએ વધાવ્યો હતો.તથા આ નિર્ણયનો જશ્ન મનાવવા 7 હજાર જેટલા ઇમિગ્રન્ટ્સ ભેગા થઇ ગયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)