એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 25th June 2020

ભારતને દુશમન નંબર વન ગણતું પાકિસ્તાન પરમાણું હથિયારોનો જથ્થો વધારી રહ્યું છે : પાકિસ્તાન ઉપરાંત ઈરાન ,ઉત્તર કોરિયા ,તથા સીરિયા સામુહિક સંહાર માટેના શસ્ત્રો વધારી રહ્યું હોવાનો જર્મન સરકારનો ચોંકાવનારો અહેવાલ

ન્યુદિલ્હી : તાજેતરમાં જર્મન સરકારે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાયા મુજબ પાકિસ્તાન પરમાણુ હથિયારોનો જથ્થો વધારી રહ્યું છે.તેમજ તે માટેની  ટેક્નિક પણ પશ્ચિમી દેશોમાંથી  આયાત કરવાની પેરવીમાં છે.પાકિસ્તાન ઉપરાંત ઈરાન ,ઉત્તર કોરિયા ,તેમજ સીરિયા સામુહિક સંહાર માટેના શસ્ત્રો વધારી રહ્યું છે.
આ અણુશસ્રોનો ઉપયોગ તે સ્વાભાવિક ભારત સામે કરી શકે છે તેવા જર્મન સરકારના અહેવાલ ભારત માટે ચિંતાજનક છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:44 pm IST)