એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 1st June 2021

અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી અમારી 12 વર્ષની પુત્રીને વેક્સીન મુકાવવા અમેરિકા જવાની મંજૂરી આપો : મુંબઈ હાઇકોર્ટમાં માતાપિતાની પિટિશન : નામદાર કોર્ટે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો

મુંબઈ :  અમેરિકાનું  નાગરિકત્વ ધરાવતી 12 વર્ષીય પુત્રીને વેક્સીન મુકાવવા માટે અમેરિકા જવા દેવાની મંજૂરી માંગતી પિટિશન મુંબઈ હાઇકોર્ટમાં માતાપિતાએ કરી છે.જેમાં જણાવાયા મુજબ ભારતમાં 18 વર્ષથી ઓછી વયના લોકોને વેક્સીન મુકાતી  ન હોવાથી અમારી પુત્રીને અમેરિકા જવાની મંજૂરી આપો.કે જ્યાં 12 વર્ષ કે તેથી વધુ વયના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે.

માતાપિતાએ કોવિદ -19 ના કારણે પોતે સાથે જઈ  શકે તેમ ન હોવાથી પોતાની પુત્રીના વાલી તરીકે તેની આંટીને મોકલવા દેવા અરજ ગુજારી છે. તથા એક મહિના માટે જવા દેવા માંગણી કરી છે.

નામદાર કોર્ટે એક સપ્તાહમાં જવાબ આપવા રાજ્ય સરકારને સૂચના આપી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)