એન. આર. આઈ. સમાચાર
News of Monday, 1st April 2019

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા વિસ્તારમાં વસતા હિન્દુઓએ હોળી તહેવાર ઉજવ્યો : હેલ્થ મિનિસ્ટર ડો.ઈશાન ઇનામાએ હાજરી આપી

પાકિસ્તાન : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા વિસ્તારમાં વસતા હિન્દુઓએ વસંત ઋતુના આગમનને વધાવતો  હોળી તહેવાર 30 માર્ચ શનિવારના રોજ  ઉજવ્યો હતો જેમાં 600 જેટલા લઘુમતી કોમના નાગરિકોએ હાજરી આપી હતી. પ્રસંગે હેલ્થ મિનિસ્ટર ડો.ઈશાન ઇનામાએ હાજરી આપી હતી.તથા જણાવ્યું હતું કે દેશમાં વસતા લોકોમાં  જાતી અને ધર્મનો તફાવત હોવા છતાં સહુ એકજુટ બની સાથે રહે છે.

તહેવારની ઉજવણી અંતર્ગત યુવાનોએ પંજાબી ડ્રેસ પહેરી ભાંગડા નૃત્યો કર્યા હતા.સહુએ આરતીમાં ભાગ લીધો હતો.તથા દેશની સુરક્ષા અને આબાદી માટે દુવા માંગી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:36 am IST)