એન. આર. આઈ. સમાચાર
News of Monday, 1st March 2021

ઇન્ડિયન અમેરિકન સાહસિકો રોહિત મિત્તલ અને પ્રિયંકસિંહની અનોખી મિશાલ : દેશમાં નવા આવેલા ઇમિગ્રન્ટ્સને નાણાકીય સેવાઓ આપવા સ્લેટની સ્થાપના કરી : 2015 ની સાલમાં શરૂ કરેલ અભિયાન દ્વારા 17 સ્ટેટના હજારો ઈમિગ્રન્ટ્સને ધિરાણ આપ્યું

કેલિફોર્નિયા : ઇન્ડિયન અમેરિકન સાહસિકો  રોહિત મિત્તલ અને પ્રિયંકસિંહએ નવું જ અભિયાન શરૂ કર્યું છે.જે મુજબ તેમણે 2015 ની સાલમાં સ્લેટની નામક કંપનીની સ્થાપના કરી હતી.જેનો હેતુ દેશમાં નવા આવી રહેલા ઇમિગ્રન્ટ્સને નાણાકીય સેવાઓ આપવાનો છે.

નવા આવી રહેલા ઈમિગ્રન્ટ્સને સ્વાભાવિક પણે નાણાંની અછતનો સામનો કરવો પડતો હોય છે.બેંકો પણ તેમને ધિરાણ આપતા  અચકાય છે.આ સંજોગોમાં તેઓ માટે રહેવા તથા જમવા ક્યાં જવું તે સમસ્યા હોય છે.આવી શરૂઆતની નાણાભીડ ભોગવતા ઈમિગ્રન્ટ્સને ધિરાણ આપવાનું તેઓએ સ્લેટ નામક કંપનીના માધ્યમથી શરૂ કર્યું .

બંને સાહસિકોને શરૂઆતમાં નાણાંના અભાવે સ્થાયી થવામાં પડેલી મુશ્કેલી બીજા લોકોને ન પડે તેવી  ઉદ્દાત ભાવનાથી 2015 ની સાલમાં શરૂ કરાયેલી આ કંપનીએ અત્યાર સુધીમાં 17 સ્ટેટના હજારો ઈમિગ્રન્ટ્સને ધિરાણ આપ્યું છે.તેમજ 150 દેશોના 10 હજાર જેટલા ઈમિગ્રન્ટસે તેમની સેવાઓનો લાભ લીધો છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:40 pm IST)