એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 30th December 2020

પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડાન્સ લવર ડો.સુનિલ કોઠારીનું નિધન : 27 ડિસેમ્બર 2020 ના રોજ હ્ર્દયરોગના હુમલાથી 88 વર્ષની જૈફ વયે ચિર વિદાય : ઈન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સિલ ની શ્રદ્ધાંજલિ

યુ.એસ. : પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડાન્સ લવર ડો.સુનિલ કોઠારીનું 27 ડિસેમ્બર 2020 ના રોજ હ્ર્દય રોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે.કોવિદ -19 સામેનો જંગ જીત્યા પછી તેઓ હાર્ટ એટેકનો ભોગ બનતા 88 વર્ષની જૈફ વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમનો જન્મ 1933 ની સાલમાં થયો હતો.તેમને સંગીત નાટક એકેડેમી ઉપરાંત અનેક એવોર્ડ મળેલા હતા.ભરત નાટ્યમથી શરૂઆત કર્યા બાદ 1978 ની સાલમાં તેમનું ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ આર્ટ પુસ્તક પ્રસિદ્ધ થયું હતું.જેનો અનેક ભાષામાં અનુવાદ થયો હતો. રૂક્ષ્મણી દેવી ,ચાઉં ,સહીત અનેક શિષ્યો તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા હતા.અમેરિકાના ન્યુયોર્કમાં 2003 ની સાલમાં તેમણે ઉદય શંકરની ફિલ્મ કલ્પના રજુ કરી હતી.2019 ની સાલમાં તેમણે ન્યુયોર્ક પબ્લિક લાઈબ્રેરીમાં મૃણાલિની સારાભાઈના ફિલ્મમાં પ્રદાન વિષે લેક્ચર આપ્યું હતું.
વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાંથી તેમણે મોહન ખોકરના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી.ડિગ્રી મેળવી હતી.તેમણે વિશ્વભારતી યુનિવર્સીટી કોલકાત્તામાં પણ માર્ગદર્શન આપેલું હતું.

સીનીઅર ક્યુરેટર તથા IAAC પ્રોફેસર સુશ્રી ઉત્તરા આશા કુર્લાવાલા  તેઓને હ્રદયપૂર્વક યાદ કરે છે. તેમણે  સપ્ટેમ્બર 2020 માં આયોજિત IAAC નર્તકી ફેસ્ટિવલ સમયે ખુબ જહેમત ઉઠાવી માર્ગદર્શન આપ્યું હતું.જે માટે ડાન્સ ડિરેક્ટર સુશ્રી દીપશિખા ચેટરજી હજુ પણ તેમને ખુબ યાદ કરે છે.

અનેક સુમધુર સ્મૃતિઓ સાથે અનેક શિષ્યાઓના માર્ગદર્શક ડો.સુનિલ કોઠારીની ચીર વિદાય પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ .પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરમ પવિત્ર આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

(7:52 pm IST)