એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 29th December 2020

અમેરિકન એશોશિએશન ફોર એડ્વાન્સમેન્ટ ઓફ સાયન્સ : 2020 ની સાલ માટે ચૂંટાઈ આવેલા ફેલોમાં મોટી સંખ્યામાં ઇન્ડિયન અમેરિકનનો સમાવેશ

વોશિંગટન : અમેરિકન એશોશિએશન ફોર એડ્વાન્સમેન્ટ ઓફ  સાયન્સના 2020 ની સાલ માટે ચૂંટાઈ આવેલા ફેલોમાં મોટી સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન તથા સાઉથ અમેરિકને સ્થાન મેળવ્યું છે.

ચૂંટાઈ આવેલા ઇન્ડિયન તથા સાઉથ એશિયન અમેરિકન  STEM  સંશોધકો કે જેમણે સાયન્સ ,સંશોધન ,નેતૃત્વ સહિતના જુદા જુદા ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમાં શ્રી શૈલજા કે.મણિ ,શ્રી કે.રાજા રેડ્ડી ,શ્રી સુરેશ કે.અલાહારી ,શ્રી સ્વાથી અરુર ,શ્રી હિતેન ડી.માધાણી ,શ્રી તુલી મુખોપાધ્યાય ,શ્રી રામ નટરાજન ,શ્રી પી.હેમચંદ્ર રેડ્ડી,શ્રી રોહિત ભાર્ગવ ,શ્રી વિશ્વા દીક્ષિત ,શ્રી પ્રશાંત કે.જૈન ,શ્રી સંજયકુમાર સહિતનાઓનો સમાવેશ થાય છે. 

(6:23 pm IST)