News of Tuesday, 29th December 2020
ફ્રાન્સમાં સાંપ્રદાયિક હિંસાનો સિલસિલો ચાલુ : ક્રિસમસની ઉજવણી કરનાર મુસ્લિમ યુવકને કટ્ટરપંથીઓએ ઢોરમાર માર્યો
પેરિસ : ફ્રાન્સમાં મહમદ પયગમ્બરનું કાર્ટૂન દોરનારને મોતને ઘાટ ઉતાર્યા પછી સાંપ્રદાયિક હિંસાનો સિલસિલો યથાવત ચાલુ છે.
તાજેતરમાં 25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તીઓનો તહેવાર ક્રિસમસ ઉજવનાર એક મુસ્લિમ યુવકને તેના પાંચથી છ જેટલા કટ્ટરપંથી મિત્રોએ ઢોરમાર માર્યો હતો.
આ યુવકની માતા મુસ્લિમ છે અને તેનો હાલનો બીજો પતિ બિન મુસ્લિમ હોવાનું કારણ પણ ચર્ચામાં હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:34 pm IST)