એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 29th December 2020

અમેરિકામાં કોવિદ -19 રાહત માટે વ્યક્તિદીઠ 600 ડોલરને બદલે 2000 હજાર ડોલર અપાશે : ડોનાલ્ડ ટ્રમ્પની માંગણીને હાઉસની મહોર : સેનેટની મંજૂરી મળ્યે અમલ કરાશે

વોશિંગટન : અમેરિકામાં કોવિદ -19 રાહત માટે વ્યક્તિદીઠ 600 ડોલરને બદલે 2000 હજાર ડોલર આપવાના ડોનાલ્ડ ટ્રમ્પના સૂચનને પ્રતિનિધિ સભાએ માન્ય કરેલ છે.જે 275 વિરુદ્ધ 134 મતે પસાર થઇ ગયેલ છે.

આ પ્રસ્તાવ હવે સેનેટની મંજૂરી માટે મોકલાશે.જ્યાં રિપબ્લિક પાર્ટીના પ્રતિનિધિઓની બહુમતી છે.જે મંજુર થયે અમલ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)