એન. આર. આઈ. સમાચાર
News of Monday, 28th December 2020

અમેરિકાના કેલિફોર્નિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખને પાર કરી ગઈ : ક્રિસમસ તહેવાર પછી સંક્રમીતોની સંખ્યા વધી જવાનો ડર : ઉપરાંત આઇસીયુ બેડની તંગીને કારણે આજરોજ પૂરું થતું લોકડાઉન લંબાય તેવી શક્યતા

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખને પાર કરી ગઈ છે.જે ક્રિસમસ તહેવારની ઉજવણી શરૂ થયા પહેલાના આંકડા છે.અને હવે તહેવાર ઉજવી પરત આવનારા લોકોને કારણે આ સંખ્યા વધી જવાની શક્યતા જણાઈ રહી છે. ઉપરાંત આઇસીયુ બેડની તંગી હોવાથી સાઉથ તથા મધ્ય કેલિફોર્નિયામાં આજરોજ સોમવારે પુરી થતી લોકડાઉનની મુદત લંબાવવામાં આવે તેવી શક્યતા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:37 pm IST)