એન. આર. આઈ. સમાચાર
News of Monday, 28th December 2020

આખરે 900 અબજ ડોલરના રાહત પેકેજને મંજૂરીની મહોર : ડોનાલ્ડ ટ્રમ્પએ હસ્તાક્ષર કર્યા : કોવિદ -19 પીડિતોને સહાય અપાશે : વેક્સીન લગાવવા માટે રકમ ઉપયોગમાં લેવાશે : બેકારોને દર સપ્તાહે 300 ડોલરનું બેરોજગારી ભથ્થું મળશે : જરૂરિયાતમંદ લોકોને દર સપ્તાહે 600 ડોલર ચૂકવાશે

વોશિંગટન ડી.સી. : ડોનાલ્ડ ટ્રમ્પએ શરૂઆતમાં ઇન્કાર કર્યા પછી  આખરે 900 અબજ ડોલરના રાહત પેકેજ ઉપર સહી સિક્કા કરી દીધા છે.

આ રકમમાંથી કોવિદ -19 પીડિતોને સહાય અપાશે . તેમજ વેક્સીન લગાવવા માટે રકમ ઉપયોગમાં લેવાશે . ઉપરાંત બેકારોને દર સપ્તાહે 300 ડોલરનું બેરોજગારી ભથ્થું મળશે .તેમજ જરૂરિયાતમંદ લોકોને દર સપ્તાહે 600 ડોલર ચૂકવાશે .

નવ નિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને જણાવ્યા મુજબ તેઓ હોદ્દા ઉપર આવ્યે ઉપરોક્ત રકમ છૂટી કરશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:18 pm IST)