News of Wednesday, 25th December 2019
ઇન્ડિયન અમેરિકન શ્રી રાજ સિંઘલને સાઉથ ફ્લોરિડા ફેડરલ જજ તરીકે સેનેટની બહાલી
વોશિંગટન : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નોમિનેટ કરાયેલા ઇન્ડિયન અમેરિકન શ્રી સિંઘલને સેનેટએ બહાલી આપી દીધી છે.તેમને સેનેટમાં રિપબ્લિકન ઉપરાંત ડેમોટ્રેક પાર્ટીના પ્રતિનિધિઓનું પણ સમર્થન મળ્યું હતું .ઉપરાંત જુદા જુદા ડિપાર્ટમેન્ટના જજ તેમજ લોયર્સનું પણ તેઓને સમર્થન હતું
શ્રી સિંઘલ ફેડરલ સોસાઈટીના મેમ્બર છે.તથા જજ તરીકે નિયુક્તિ મેળવ્યા પહેલા તેઓ બ્રોવાર્ડ રિપબ્લિકન પાર્ટીમાં સક્રિય કામગીરી સાથે સંકળાયેલા હતા.56 વર્ષીય શ્રી સિંઘલે આસિસ્ટન્ટ સ્ટેટ એટર્ની તથા ક્રિમિનલ ડિફેન્સ લોયર તરીકે કામગીરી બજાવેલી છે.તેમનું ખરું નામ અનુરાગ છે.પરંતુ તેઓ રાગ તરીકે સુવિખ્યાત છે.તેમના માતા પિતા ઇમિગ્રન્ટ્સ તરીકે અમેરિકામાં આવ્યા હતા.
(6:40 pm IST)