Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

યુ.એસ.માં ''ઇલિનોઇસ એશિઅન અમેરિકન કાઉન્સીલમાં ઇન્ડિયન અમેરિકન શ્રી આબિન કુરીઆકોસની નિમણુંકઃ સ્ટેટ ગવર્મેન્ટમાં એશિઅન અમેરિકન કર્મચારીઓને સમાન પ્રતિનિધિત્વ મળે તથા વધુમાં વધુ લાભો મળે તે બાબતે ધ્યાન આપશે

ઇલિનોઇસઃ યુ.એસ.માં ''ઇલિનોઇસ એશિઅન અમેરિકન મ્પલોયમેન્ટ પ્લાન એડવાઇઝરી કાઉન્સીલ''માં ગવર્નરે ઇન્ડિયન અમેરિકન શ્રી આબિન કુરીઆકોસની નિમણુંક કરી છે. તેઓ સ્ટેટમાં ઇન્ડિયન અમેરિકન તથા સાઉથ એશિઅન અમેરિકન્સનું પ્રતિનિધિત્વ કરશે.

કામગીરી અંતર્ગત સ્ટેટ ગવર્મેન્ટમાં કેટલા એશિઅન અમેરિકન કર્મચારીઓને નોકરી મળી શકી તથા પ્રમોશનના ચાન્સ મળી શકયા તેની ગણતરી કરવાની હોય છે. તથા તેમને મળવાપાત્ર લાભો વધુમાં વધુ મળે તે જોવાનું હોય છે. એટલું નહિં કોમ્યુનીટીને સમાન પ્રતિનિધિત્વ મળે તે માટે ધ્યાન આપવાનું હોય છે.

શ્રી કુરીઆકોસ હાલમાં વર્લ્ડ બિઝનેસ શિકાગોમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ ચેર તરીકે ફરજ બજાવે છે ઉપરાંત ઇન્ડો અમેરિકન ડેમોક્રેટીક ઓર્ગેનાઇઝેશનના બોર્ડ સેક્રેટરી છે.

(12:00 am IST)