Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

યુ.એસ.માં કનેકટીકટની ૧૫૧મી સ્ટેટ હાઉસ સીટ માટે ઇન્ડિયન અમેરિકન શ્રી હેરી અરોરા મેદાનમાં: ૨૧ જાન્યુ.ના રોજ યોજાનારી પેટા ચૂંટણીમાં રિપબ્લીકન પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે

કનેકટીકટઃ યુ.એસ.માં કનેકટીકટની ૧૫૧મી સ્ટેટ હાઉસ સીટ માટે યોજાનારી ચૂંટણીમાં રિપબ્લીકન પાર્ટીએ તેમના ઉમેદવાર તરીકે ઇન્ડિયન અમેરિકન હેરી અરોરાની પસંદગી કરી છે.

૨૧ જાન્યુ.૨૦૨૦ના રોજ યોજાનારી પેટા ચૂંટણીના ઇન્ડિયન અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાઉન્ડર શ્રી આરોરા ડેમોક્રેટીક ઉમેદવાર ચેરીલ મોસમો મુકાબલો કરશે.

શ્રી અરોરા છેલ્લી ટર્મથી બોર્ડ ઓફ એજ્યુકેશનમાં ચૂંટાઇ આવે છે. તેઓ અનેક નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્શ સાથે જોડાયેલા છે.

(12:00 am IST)