Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI): ૧ લાખ ઉપરાંત મેમ્બરશીપ ધરાવતા ઓર્ગેનાઇઝેશન AAPIની ૧૨મી વાર્ષિક ગ્લોબલ હેલ્થ સમિટ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે ૨૮ ડીસેં.ના રોજ મુંબઇ મુકામે ખુલ્લી મુકાઇઃ વિદેશોમાં વસતા ૫૦૦ ઉપરાંત ભારતીય મૂળના નિષ્ણાંત તબીબો તથા ભારતના અગ્રણીઓની ઉપસ્થિતિઃ માતૃભૂમિના પ્રજાજનોને અદ્યતન આરોગ્ય સેવાઓ આપી મૃત્યુદર ઘટાડવાનો સંકલ્પ વ્યકત કરાયો

અમેરિકન એશોશિએશન ફોર ફીઝીશીઅન્શન ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)ની ૧૨મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમિટ ૨૮ ડિસેં.૨૦૧૮ના રોજ તાજ હોટલ પેલેસ, મુંબઇ મુકામે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે ખુલ્લી મુકાઇ જેમાં વિશ્વભરના ૫૦૦ ઉપરાંત ભારતીય મૂળના તબીબોએ હાજરી આપી હતી.

આ તકે એક લાખ ઉપરાંત ભારતીય મૂળના તબીબોની મેમ્બરશીપ ધરાવતા ઓર્ગેનાઇઝેશન AAPIની હેલ્થકેર ક્ષેત્રની સેવાઓને રાષ્ટ્રપતિએ બિરદાવી હતી. તથા ભારત અને અમેરિકા વચ્ચેના આરોગ્ય ક્ષેત્રના આદાન પ્રદાનને બિરદાવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં AAPI પ્રેસિડન્ટ ડો.નરેશ પરીખએ માતૃભૂમિના નાગરિકોના સ્વાસ્થ્યથી સુરક્ષા માટે કટિબધ્ધતા વ્યકત કરી હતી. તથા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન AAPIના ઉપક્રમે વતનમાં અપાયેલ આરોગ્ય સેવાઓનો અહેવાલ આપ્યો હતો. તથા ભારતમાં રોડ અકસ્માતથી થતા મૃત્યુનો દર ઘટાડવા માટે ઓર્ગેનાઇઝેશન દ્વારા કરાયેલી કામગીરીનું વર્ણન કર્યુ હતું. ઉપરાંત ધુમ્રપાનથી થતા રોગો અટકાવવા, દેશને ટીબી ફ્રી કરવા, USAID સાથે કરાયેલા MOU વિષે જાણ કરી હતી. તેમજ થેલેસ્લેમિયા થતો અટકાવવા માટેનો પડકાર AAPI તથા પ્રોજેકટ લાઇફ દ્વારા હાથ ધરાયો હોવાનું જણાવ્યું હતું.

તેમણે આ ગ્લોબલ હેલ્થ સમિટ ૨૦૧૮ માટે જહેમત ઉઠાવનાર ડો. રવિ જહાંગીર, ડો.સંપટ શિવાગી, ડો.વિનોદ શાહ, ડો.રાજ ભાયાણી, શ્રી અનવર ફિરોઝ, ડો.આશા પરીખ, ડો.સુરેશ રેડ્ડી, ડો.સુધાકર જોનાલાગડ્ડા, ડો.અનુપમા ગોટીમુકુલા, ડો.અંજના સમદ્દર, ડો.અજીથ કોઠારી, ડો.રમેશ મહેતા, સહિતના મહાનુભાવોના યોગદાનને બિરદાવ્યું હતું. GAPIOના ડો.રમેશ મહેતાએ AAPI સાથેના GHS માટેના સંયુકત પ્રયાસ માટે ખુશી વ્યકત કરી હતી. તથા ભારતના પ્રજાજનોને પોષાય તેવા ભાવે આધુનિક આરોગ્ય સેવાઓ આપવા કટિબધ્ધતા વ્યકત કરી હતી.તેમજ GAPIOના ડો. પ્રથાય સી.રેડ્ડીએ પણ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરાયેલા વિવિધ હેલ્થ પ્રોજેકટસ વિષે માહિતી આપી હતી.

આ તકે ઉપસ્થિત મહારાષ્ટ્રના ચિફ મિનિસ્ટર શ્રી દેવેન્દ્ર ફડનવીસએ પોતાના સ્ટેટમાં ખ્ખ્ભ્ત્ દ્વારા મળતી આરોગ્ય સેવાઓને બિરદાવી હતી. ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ પણ વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના તબીબોના વતન પ્રત્યેના ઋણને બિરદાવ્યું હતું. તથા તેમની આરોગ્ય સેવાઓમાં કેન્દ્ર સરકારનો પૂરેપૂરો સહયોગ આપવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. તથા ભારત સરકાર દ્વારા અમલી બનાવાયેલા ''આપુષ્યમાન ભારત પ્રોેજેકટ વિષે જાણકારી આપી હતી. તેવું શ્રી અજય ઘોષ્ની યાદી જણાવે છે.

(8:31 pm IST)