Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

યુ.એસ.કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલીજીઅસ ફ્રિડમ કમિટીમાં સ્થાન મેળવતા સુશ્રી અનુરીમા ભાર્ગવઃ દેશ તથા વિદેશોમાં લઘુમતિ કોમના હકકો માટે કાર્યરત રહેશે

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન સિવીલ રાઇટસ લોયર સુશ્રી અનુરીમા ભાર્ગવને યુ.એસ.કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલીજીઅસ ફ્રિડમના ૧૩ સભ્યોની કમિટીમાં સ્થાન અપાયુ છે. હાઉસ સ્પીકર નાન્સી પેલોસીએ તેમની ઉપરોકત કમિશનમાં નિમણુંક કરી છે.

આ તકે USCIRF ચેર ટેનઝીન ડોર્જીએ સુશ્રી અનુરીમાની નિમણુંકને બિરદાવી હતી.તથા અમેરિકા તેમજ ભારત વચ્ચેના ગૌરવભર્યા સંબંધો વધુ દૃઢ કરી દેશ તથા વિદેશોમાં લઘુમતિના હક્કો માટે તેઓ કાર્યશીલ રહેશે તેવો આનંદ વ્યકત કર્યો હતો.

સુશ્રી ભાર્ગવ અમેરિકાની લઘુમતિ કોમના હકકો માટેના એન્થેમ ઓફ યુ.એસ.ના ફાઉન્ડર તથા પ્રેસિડન્ટ છે. જે લઘુમતિ કોમના હક્કો માટે કાર્યરત છે. તેમણે હાર્વડ યુનિવર્સિટીમાંથી લો ડીગ્રી મેળવેલી છે.

(9:30 pm IST)