Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

કેથોલિક દેશ આયર્લેન્ડમાં ગર્ભપાતને કાયદેસર ગણતા ઐતિહાસિક બિલને પાર્લામેન્ટની મંજૂરી : 2012 ની સાલમાં ભારતીય મૂળની ડેન્ટિસ્ટ મહિલાનું ગર્ભપાતની મંજૂરી નહીં મળતા અવસાન થયું હતું

આયર્લેન્ડ : કેથોલિક દેશ આયર્લેન્ડમાં ગર્ભપાતને કાયદેસર ગણતા  ઐતિહાસિક  બિલને  પાર્લામેન્ટએ મંજૂરી આપી દીધી છે. આ અગાઉ   2012 ની સાલમાં ભારતીય મૂળની ડેન્ટિસ્ટ મહિલાને ગર્ભપાતની મંજૂરી નહીં મળતા અવસાન થયું હતું જે માટે આ કેથોલીક દેશમાં ગર્ભપાતને મંજૂરી નહીં હોવાનું કારણ આપવામાં આવ્યું હતું

 જરૂરી કિસ્સાઓમાં પણ ગર્ભપાત કરવાની મંજૂરી નહીં મળવાથી મહિલાઓ અવસાન પામતી હોવાથી દેશમાં ઉહાપોહ થવા લાગ્યો હતો.જે બાબતને ધ્યાને લઇ પાર્લામેન્ટમાં નવો કાયદો મંજુર કરવા પ્રસ્તાવ મુકાયો હતો.જેને  66.4 ટકા સાંસદોએ મંજૂરી આપતા બિલ પાસ થઇ ગયું હતું જે હવે પ્રેસિડન્ટની મંજૂરી બાદ ટૂંક સમયમાં અમલી બની જશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:48 pm IST)