Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

દુબઈમાં ભારતીય મૂળના ગિટારવાદક યુવાનનું મૃત્યુ : 22 વર્ષીય હિમાંશુ શર્માનો મૃતદેહ તેના નિવાસ સ્થાનમાંથી મળી આવ્યો

દુબઇ : દુબઈની મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશનમાં વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કરતા  22 વર્ષીય ભારતીય યુવાન હિમાંશુ શર્માનો મૃતદેહ તેના નિવાસ સ્થાનમાંથી મળી આવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  યુવાન ગિટાર વાદક તરીકે ખ્યાતિ ધરાવતો હતો તેના અચાનક મૃત્યુ અંગે  ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં કોઈ ખાસ કારણ બહાર આવ્યું નથી.

(7:20 pm IST)