Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

ઇન્ડિયન અમેરિકન 35 વર્ષીય પ્રભુ રામમૂર્થીને 9 વર્ષની જેલ : પ્લેનમાં સહયાત્રી મહિલાની છેડતી કરવાનો આરોપ પુરવાર : સજા પુરી થયે દેશનિકાલ કરાશે

વોશિંગટન : H-1B વિઝા મેળવી 2015 ની સાલમાં  અમેરિકા ગયેલા ભારતના તામિલનાડુના વતની 35 વર્ષીય પ્રભુ રામમૂર્થીને 9 વર્ષની જેલસજા ફરમાવતો ચુકાદો આજરોજ ડેટ્રોઇટ કોર્ટએ આપ્યો છે.તેના ઉપર લગાવાયેલા આરોપ મુજબ તેણે કોમર્શિયલ પ્લેનમાં મુસાફરી કરતી વખતે સહયાત્રી મહિલા ઉપર નિર્લજ હુમલો કર્યો હતો.તેના ઉપરનો આરોપ પૂરવાર  થઇ જતા આજરોજ ડેટ્રોઇટ કોર્ટએ ઉપરોક્ત ચુકાદો આપતા જણાવ્યું હતું કે બીજા લોકો એવું કૃત્ય કરતા અચકાય તે માટે આ દાખલો બેસાડવો જરૂરી છે

(12:53 pm IST)