Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

યુ.એન.ની ફેઇથ એડવાઇઝરી કમિટીના કો-ચેર તરીકે ચૂંટાઇ આવતા સાધ્વી ભગવતી સરસ્વતી

ન્યુયોર્કઃ યુનાઇટેડ નેશન્શની આંતર રાષ્ટ્રિય ફેઇથ એડવાઇઝરી કમિટીમાં ગ્લોબલ ઇન્ટરફેઇથ WASH એલાયન્સ સેક્રેટરી જનરલ તથા ડીવાઇન શકિત ફાઉન્ડેશન, પરમાર્થ નિકેતન રૂષિકેશ પ્રેસિડન્ટ સાધ્વી ભગવતી સરસ્વતી કો-ચેર તરીકે ચૂંટાઇ આવ્યા છે. જેમાં જુદા જુદા દેશોના ૪૦ પ્રતિનિધિઓ નિમવામાં આવ્યા છે.

સાધ્વી ભગવતી સરસ્વતીએ આ તકે કરેલા સંબોધનમાં વિશ્વશાંતિ માટે મહિલાઓના નેતૃત્વને મહત્વનું ગણાવ્યું હતું. ઉપરાંત વોટર સેનિટેશન તથા હાઇજીન વિશ્વ આરોગ્ય માટે  મહત્વના હોવાનું જણાવ્યું હતું. તેમણે પાણી અને ખોરાકની વિશ્વ વ્યાપી જરૂરિયાત ઉપર ભાર મુકયો હતો. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

 

(8:59 pm IST)