Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

''જો બોલે સો નિહાલ સત શ્રી અકાલઃ'' અમેરિકાના અનાહેમ મેયર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી હેરી સિધુનો સોગંદવિધિ સંપન્નઃ ગુરૂ ગ્રંથ સાહેબ ઉપર હાથ રાખી સોગંદ લેતા શીખ કોમ્યુનીટી ખુશખુશાલઃ આ પદ ઉપર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તરીકેનો વિક્રમ સર્જાયો

કેલિફોર્નિયાઃ અમેરિકાના સાઉધર્ન કેલિફોર્નિયામાં આવેલા અનાહેમ શહેરના મેયર તરીકે ૪ ડિસેં.૨૦૧૮ના રોજ ઇન્ડિયન અમેરિકન શ્રી હેરી સિધુનો સોગંદવિધિ યોજાઇ ગયો. આથી આ પદ ઉપર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મેયર બનવાનો વિક્રમ શ્રી સિધુના નામે નોંધાયો છે. તેમણે શ્રી ગુરૂ ગ્રંથ સાહેબ ઉપર હાથ રાખી સોગંદ લીધા હતા.

આ પ્રસંગે ઓરેન્જ કાઉન્ટી સુપિરીઅર કોર્ટ જજ તથા તેમના પત્ની,પુત્ર,તથા શીખ દ્વારા પૂજારી સહિતનાઓ હાજર રહ્યા હતા તથા મોટી સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી સમર્થકો હાજર રહ્યા હતા. જેમણે સોગંદવિધિ સંપન્ન થયા બાદ ''જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ''ના નારા ઉમંગભેર લગાવ્યા હતા. 

(8:39 pm IST)