Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

અમેરિકાના કનેક્ટિકટમાં 5 ડિસે 2018 ના રોજ ગ્લોબલ કંપની ઇન્ફોસીસની નવી શાખા ખુલ્લી મુકાઈ : છેલ્લા 18 માસમાં 7 હજાર અમેરિકન નાગરિકોને રોજી આપી

કનેક્ટીકટ :વિશ્વ વિખ્યાત ગ્લોબલ કંપની ઇન્ફોસિસ નવીનતમ ટેક્નોલોજી તથા સંશોધન માટેની નવી શાખા અમેરિકાના હાર્ટફોર્ડ,કનેક્ટીકટ મુકામે 5 ડિસેમ્બર 2018 ના રોજ ખુલ્લી મૂકી છે.

  પ્રસંગે કંપનીના અધિકારીઓએ જણાવાયું હતું કે ઈન્ફોસિસએ છેલ્લા 18 માસમાં  7 હજાર અમેરિકનોને નોકરી આપી છે.તેમજ અમેરિકાના વ્યવસાયિક તથા ટેક્નોલીજી વિકાસમાં ઈન્ફોસિસનું મહત્વનું યોગદાન પુરવાર કર્યું છે.

(7:12 pm IST)