Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મિસ ઇન્ડિયા USA ટેકસાસ ૨૦૧૮નો તાજ નતાશા ગંભીરના શિરેઃ મિસીસ ઇન્ડિયા USA ટેકસાસ ૨૦૧૮ તરીકે સુશ્રી શિલ્પા ઠાકર વિજેતાઃ અમેરિકાના હયુસ્ટનમાં યોજાઇ ગયેલી સૌંદર્ય સ્પર્ધા

ટેકસાસઃ તાજેતરમાં યુ.એસ.માં ૯ નવેં.૨૦૧૮ રવિવારના રોજ હયુસ્ટનમાં આવેલા આઇવા સેન્ટરમાં મિસ ઇન્ડિયા USA, ટેકસાસ, મિસીસ ઇન્ડિયા USA  ટેકસાસ તથા ટિન ઇન્ડિયા USA ટેકસાસ સ્પર્ધાનું આયોજન થયું હતું.

છેલ્લા ૪ વર્ષથી સેજ પ્રોડકશનના ઉપક્રમે યોજાતી આ સ્પર્ધામાં ભાગ લેનાર ૩૦ મહિલાઓના સૌંદર્ય તથા બુધ્ધિમત્તાના આધારે પ્રથમ ૩ વિજેતાઓ ઘોષિત કરાયા હતા.

જેમાં મિસ ઇન્ડિયા USA ટેકસાસ ૨૦૧૮ના વિજેતાઓ તરીકે નતાશા ગંભીરના શિરે પ્રથમ વિજેતાનો તાજ એનાયત કરાયો હતો. જયારે સરાહ સુતાર પ્રથમ રનર્સ અપ તથા કેટલીન રેશ્મા દ્વિતીય રનર્સ અપ તરીકે વિજેતા ઘોષિત થયા હતા.

મિસીસ ઇન્ડિયા USA ટેકસાસ ૨૦૧૮ના પ્રથમ વિજેતા તરીકે સુશ્રી શિલ્પા ઠાકર, તથા પ્રથમ રનર્સ અપ તરીકે સુશ્રી નિકિતા કાડકિયા તથા દ્વિતીય રનર્સ અપ તરીકે સુશ્રી શ્રુથિ બેકાલ વિજેતા ઘોષિત થયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:27 pm IST)