Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

અમેરિકાના ન્યુજર્સીમાં ગુજરાતની વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન મળ્યું : સરદાર વલ્લભભાઇ પટેલના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીના પ૦૦ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓ તથા કોમ્યુનીટી અગ્રણીઓએ ભાગ લીધો

(દિપ્તીબેન જાની દ્વારા) :  ન્યુજર્સીઃ ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં ભારતના ઘડવૈયા લોખંડી પુરૂષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલના નામથી ચાલતી VVN  ના પૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્નેહમિલન તાજેતરમાં રર સપ્ટે. ર૦૧૮ ના શનિવારના રોજ અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા રોયલ  આલ્બર્ટ પેલેસ ફોર્ડસ મુકામે મળ્યું હતુ. જેમાં પ૦૦ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓ તથા શુભેચ્છકોએ હાજરી આપી હતી. જેમા અમેરિકા ઉપરાંત કેનેડામાં પણ વસતા પૂર્વ સ્ટુડન્ટસ તથા અગ્રણીઓએ ભાગ લીધો હતો.

સંમેલનના ચિફ ગેસ્ટ તરીકે શ્રી રવિ પટેલ (નોર્થ કેરોલીના) તથા માનવંતા મહેમાનો તરીકે  ફ્રીડમ ફાઇટર શ્રી બારિનભાઇ દેસાઇ, તથા લાયન શ્રી ચિરાગકુમાર (કેલિફોર્નિયા) ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

દીપ પ્રાગટય ચિફ ગેસ્ટ શ્રી રવિ પટેલ, શ્રી કિરણ પટેલ, (ચેરમેન) શ્રી કામ પટેલ(પ્રેસિડન્ટ) સ્પેશીયલ ગેસ્ટ બારિન્દ્ર દેસાઇ સહીતના મહાનુભાવોના વરદ હસ્તે કરાયું હતુ. તથા શ્રી કામ પટેલ એ ઉપસ્થિતો સમક્ષ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.           સંમેલનના મુખ્ય આકર્ષણ તરીકે ડો. હરિશ જીર્સમ છવાઇ ગયા હતા. જેમણે નવા જ મ્યુઝિકલ સાધનો તૈયાર કર્યા છે જે Harishophone  રિલેક્ષેશન માઇન્ડ મશીન ''THNMS તરીકે ઓળખાય છે. તેઓે પોતાના બંને હાથ ફ્રી રાખી એક સાથે પાંચ મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે.  તેમણ મગજના તરંગોને શાંત કરતા તથા બોડી પેઇન દુર કરતી મ્યુઝીકલ થેરાપી તૈયાર કરી છે.

સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાતમા વલ્લભ વિદ્યાનગરમંા આવેલી છે. જે ભારતના ઘડવૈયા લોખંડી પુરૂષ ભારત રત્ન '' સરદાર વલ્લભભાઇ પટેલ'' ના નામથી વિશ્વ વિખ્યાત છે. જેમાં ૪પ હજાર ઉપરાંત સ્ટુડન્ટસ અભ્યાસ કરે છે. જેની સાથે ૭૦ જેટલી કોલેજો જોડાયેલી છે.  તથા તે પાંચ કેમ્પસમાં ફેલાયેલી છે. જેમાં વલ્લભ વિદ્યાનગર, ન્યુ વલ્લભ વિદ્યાનગર, આણંદ, કરમસદ, તથા બોરીઆવીનો સમાવેશ થાય છે.

VVN  એલ્યુમની USA  કમિટિ ર૦૧૮  ની એકઝીકયુટીવ કમિટીમાં શ્રી કામ પટેલ (પ્રેસિડન્ટ) શ્રી કિરણ પટેલ (ચેરમેન) શ્રી સુનિત પટેલ (એકઝી. વાઇસ પ્રેસિડન્ટ) શ્રી મનિષ પટેલ (વાઇસ પ્રેસિડન્ટ) તથા સુશ્રી પ્રિતી અમીત( વાઇસ ચેર) તરીકે સેવાઓ  આપે છે.

વિશેષ માહિતી ઇમેલvvnalumniusa@yahoo.com  દ્વારા અથવા વેબ સાઇટ www.vvnalumniusa   દ્વારા મેળવી શકાય છ. તેવું શ્રી જયેશ પટેલની યાદીં જણાવે છે.

(9:11 pm IST)