Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઉપરનો અમેરિકન પ્રજાજનોનો વિશ્વાસ ડગમગી ગયો છેઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલનો આક્રોશ

વોશીંગ્‍ટનઃ અમેરિકાના સહુ પ્રથમ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસવુમન ડેમોક્રેટ સુશ્રી પ્રમિલા જયપાલએ જણાવ્‍યું છે કે પ્રજાજનોને પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વિશ્વાસપાત્ર વ્‍યક્‍તિ નથી તેવો અહેસાસ થઇ રહ્યો છે.

૨૦૧૬ની સાલમાં અમેરિકાના પ્રેસિડન્‍ટની ચૂંટણીમાં રશિયાની દરમિયાનગીરી વિષયક ષડયંત્ર રચવાના આરોપસર ટ્રમ્‍પના પૂર્વ કમ્‍પેન મેનેજર પાઉલ મેન્‍ફોર્ટ જવાબદારગ ગણાયા હોવાથી સુશ્રી પ્રમિલાએ ઉપરોક્‍ત આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્‍યા મુજબ ખુદ પ્રેસિડન્‍ટ આ કાવતરાથી અજાણ હોવાનું જણાવે છે તે બાબત તેમના ઉપરનો વિશ્વાસ ડગાવી દેનારી છે.

તેમણે ઉમેર્યુ હતું કે  પૂર્વ કમ્‍પેન મેનેજર, ડેપ્‍યુટી કમ્‍પેન મેનેજર, તથા કમ્‍પેનમાં શામેલ અમુક લોકો પણ જવાબદાર  પૂરવાર થયા છે તેવો તેમણે આક્ષેપ કર્યો છે.તેમ છતાં પ્રેસિડન્‍ટ આ અંગે કશુ જાણતા નથી તેવું કહે છે તે બાબત આશ્‍ચર્ય જનક છે.

(10:54 am IST)