Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવા ઉત્સુક NRI સમુદાયની વિટમ્બણા : ભારતની કુરીઅર કંપનીઓ તિરંગો વિદેશ લઇ જવા રાજી નથી

ન્યુદિલ્હી : વિદેશની ધરતી ઉપર ભારતના આઝાદી પર્વની ઉજવણી કરવા આતુર NRI સમૂહ વતનમાંથી રાષ્ટ્રીય ધ્વજ મંગાવે છે.પરંતુ કુરીઅર કંપનીઓ આ ધ્વજ લઇ જવાનો ઇન્કાર કરતી હોવાનું બહાર આવ્યું છે. જો કે આ માટેનું કારણ કોઈ જણાવતું નથી પરંતુ એટલું ચોક્કસ કે ભારતની કુરીઅર કંપનીઓ તિરંગો વિદેશ લઇ જવા રાજી નથી.

કુરિયર કંપનીઓ આ અંગે ઓન રેકોર્ડ કહેવાથી બચે છે. યુપીએસના પ્રવક્તાએ કહ્યું “કેટલીક વસ્તુઓનું એક્સપોર્ટ કરવા સાથે જોડાયેલા નિયમો સખત છે.” જોકે, આ મામલે લોકોનું ઓફ રેકોર્ડ કહેવું છે કે કુરિયર કંપનીઓ દેશની બહાર તિરંગો એટલા માટે નથી મોકલાતો કારણ કે તેમને લાગે છે કે આ ‘રિસ્ટ્રિક્ટેડ આઈટમ’ છે. અન્ય વ્યક્તિએ કહ્યું કે તેના સમાધાન માટે એક રસ્તો છે કે ભારતીય મેન્યુફેક્ચરર તિરંગાના કન્સાઈનમેન્ટને ‘સેમ્પલ ફેબ્રિક’ તરીકે મોકલે.

 

(11:48 am IST)