Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના પત્‍નિ મલનિયા ટ્રમ્‍પના માતા પિતાએ ઓગષ્‍ટ માસની ૯મી તારીખને ગુરૂવારે ન્‍યુયોર્કના મેનહટન વિસ્‍તારમાં આવેલ ઓફિસમાં અમેરીકન નાગરિકત્‍વ પ્રાપ્ત કર્યુ ત્‍યારે તેમના પરિવારના સભ્‍યોમાં આનંદની લાગણીઓ ઉત્‍પન્‍ન થવા પામી હતીઃ જયારે બીજી બાજુએ અમેરીકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આ ઇમીગ્રેશન ચેઇનને સમાપ્‍ત કરવા માટે હાકલ કરેલ છે અને હાલમાં પણ તેવા પ્રયાસો ગતિમાન થયેલા છેઃ પોતાના પરિવારના સભ્‍યોને લાભ મળે તો તે લઇ લેવો પરંતુ અન્‍યોને તે મળતો હોય તો તે નેસ્‍ત નાબુદ કરવો એ કયાંનો ન્‍યાયઃ આ અંગે આવનારો સમયજ તેઓને ભાન કરાવશે.

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે નવેમ્‍બરની પહેલી તારીખ ૨૦૧૭ના રોજ એક ટ્‍વીટ કરીને જણાવ્‍યુ હતુ કે હાલની ઇમીગ્રેશન સીસ્‍ટમમાં ચેઇન ઇમીગ્રેશનની જે જોગવાઇ છે તેને હવે સંપૂર્ણ પણે સમાપ્‍ત કરવી જોઇએ કારણ કે તે દ્વારા કેટલાક લોકો અત્રે આવીને વસવાટ કરે છે અને તેઓ તેમની સાથે પરિવારના અન્‍ય સભ્‍યોને પણ લેતા આવે છે જે કાર્ય ખરેખર દુષ્‍ટ છે અને તે લેશમાત્ર સ્‍વીકાર્ય નથી પરંતુ તેની સામે બીજી બાજુએ ઓગષ્‍ટ માસની ૯ તારીખને ગુરૂવારના રોજ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના પત્‍ની મલનિયા ટ્રમ્‍પના માતા પિતા ન્‍યુયોર્કના મેનહટન વિસ્‍તારમાં આવેલ ઓફિસમાં અમેરીકન નાગરિકત્‍વના સોગંદ લઇને નાગરિકત્‍વના પ્રાપ્ત કર્યુ હતું. અમેરીકાના પ્રમુખે પોતાના ચુંટણી પ્રચારવેળા ઇમીગ્રેશનની મેઇન સીસ્‍ટમને નેસ્‍ત નાબુદ કરવા માટે રણટંકાર કર્યો હતો પરંતુ આપણે જો તેમના ભૂતકાળમાં જરાડોકિયુ કરીએ તો સહેલાઇથી જોઇ શકાશે કે કૌટુમ્‍બીક આધારિત સીસ્‍ટમથી તેઓ અંગત રીતે લાભદાયી નિવડેલા છે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના પરિવારના સભ્‍યોમાં જયારે તેમની પત્‍નિના માતા પિતાએ અમેરીકન નાગરિકત્‍વ પ્રાપ્ત કર્યુ અને વસાહતીઓ તરીકે અમેરીકાએ સ્‍વિકાર્યા ત્‍યારે તેમણે કોઇક પગલા ભરવા જોઇતા હતા તેવું અત્રે વસવાટ કરતા તમામ લોકો માની રહ્યા છે પરંતુ તેમાંનુ કંઇ પણ બનવા પામેલ નથી. પ્રજાએમ માનતી હતી કે અમેરીકાના પ્રથમ પત્‍નિ મલેનિયા ટ્રમ્‍પના માતા પિતા અમેરીકન નાગરિકત્‍વ પ્રાપ્ત કરે તે પહેલા તેમના પતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આ અંગે યોગ્‍ય પગલા ભરશે કારણ કે તેઓ પ્રમુખશ્રી જે નિતિમાં માનતા આવેલ છે તેનાથી આ સમગ્ર પ્રક્રિયા વિરોધી દિશામાં પ્રયાણ કરી રહેલ છે પરંતુ તેમાંનુ લેશમાત્ર બનવા પામેલ નથી.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ધર્મપત્‍નિ મુળતો ઓવેનિયા દેશના રહીશ છે અને તેમના માતા પિતાને અમેરીકા આવવા માટે સ્‍પોન્‍સર કર્યા હતા કે જેથી તેઓ અત્રે આવ્‍યા બાદ ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરી શકે અને ત્‍યારબાદ અમેરીકન નાગરિકત્‍વ માટે જરૂરી પિટિશન ફાઇલ કરી શકે સને ૨૦૦૬ની સાલમાં અમેરીકાના પ્રથમ મહિલાએ અમેરીકન નાગરિકત્‍વ પ્રાત કર્યુ હતું.

પ્રથમ મહિલાના માતા પિતાના વકીલ માઇકલ વાઇલ્‍ડે જણાવ્‍યું હતુ પરિવારના તમામ સભ્‍યો માટે તે દિવસ આનંદા અને ઉલ્લાસ તથા ઉમંગનો દિવસ હતો પરંતુ જયારે ટાઇમ્‍સના પ્રતિનિધિએ ચેઇન માઇગ્રેશન દ્વારા અમેરિકન નાગરિકત્‍વ પ્રાપ્ત કરવામાં આવ્‍યું તે અંગે તમારે શું કહેવું છે ત્‍યારે તેઓ થોડી મુંઝવણ અનુભવી રહ્યા હતા. આવેળા તેમણે જણાવ્‍યું હતું કે પરિવારના સભ્‍યો જયારે એકત્રિત થઇ રહ્યા હોય ત્‍યારે ચેઇન માઇગ્રેશન શબ્‍દયોગ્‍ય ન ગણી શકાય અને તે ઇમીગ્રેશન પ્રક્રિયાના ખડક માટે વપરામ છે.

ગયા ડીસેમ્‍બર માસમાં ન્‍યુયોર્ક સીટીમાં બાંગલાદેશથી એક કાયમી વસા હતી અત્રે આવેલ  અને તેણે બોંબ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેના અમેરીકા આવવાના આગમનને ચેઇન ઇમીગ્રેશન સાથે સરખાવી હતી પરંતુ કોઇ પણ જાતના પુરાવા વિના તેમણે આ પ્રમાણે જણાવ્‍યું હતું. પરંતુ તેમણે જેજે બીનીઓનો સદંતર પણે વિરોધ કર્યો હતો તેમાંથીજ તેમને જ તેમાંથી સમય અનુસાર ફાયદો પ્રાપ્ત થતો ગયો.

અમેરીકાના પ્રમુખના પરિવારના સભ્‍યોને ઇમીગ્રેશન સીસ્‍ટમથી અનેક પ્રકારના ફાયદાઓ થયેલા છે અને અત્રે વસવાટ કરતા તમામ લોકો એવું ઇચ્‍છી રહ્યા છે કે તેઓ અન્‍ય પરિવારના સભ્‍યોને પણ તેવો લાભ આપવામાં સહાય ભૂત બને પરંતુ તે શકાય બનશે કે કેમ તેતો આવનારો સમયજ બારણે ટંકોરા મારીને કહેશે અને ત્‍યાં સુધી આપણે સૌ થોભીએ અને તેની રાહ જોઇએ એમાંજ સાચું ડહાપણ ગણાશે.      

(11:03 pm IST)