Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લંડનની કિંગ્‍સ કોલેજના ભારતીય મૂળના મહિલા પ્રોફેસર સાથે વંશીય ભેદભાવઃ ડોકટરેટ ડીગ્રી ધરાવતા હોવા છતા ડોકટરને બદલે મેડમ કહી બોલાવતા હોવાથી હડતાલ ઉપર ઉતરી જવાની ફરજ પડી

લંડનઃ લંડનની કિંગ્‍સ કોલેજના ભારતીય મૂળના મહિલા પ્રોફેસર સુશ્રી પ્રિયવંદા ગોપાલ સાથે સહર્મીઓ દ્વારા વંશીય ભેદભાવયુક્‍ત વહેવાર રખાતો હોવાથી તેઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુશ્રી પ્રિયવંદા ગોપાલ કેમ્‍બ્રિજ વિશ્વ વિદ્યાલયની ડોકટરેટ ડીગ્રી ધરાવતા હોવા છતા તેમના સહકર્મીઓ તેમને ડોકટર પ્રિયવ્રંદા કહીને સંબોધન કરવાને બદલે મેડમ કહીને સંબોધન કરતા હોવાથી તેમણે ધ્‍યાને દોર્યુ હતું. પરંતુ સ્‍ટાફ દ્વારા આ બાબતનો ઇન્‍કાર કરી જણાવાયું હતું કે તમે ડોકટરેટની ડીગ્રી ધરાવતા હો તેનાથી અમને કશો ફરક પડતો નથી.

આ બાબત તેમને અપમાન જનક તથા વંશીય ભેદભાવ ભરી જણાવાથી તેઓ શિક્ષણકાર્યની વિમુખ થઇ હડતાલ ઉપર ઉતરી ગયા છે.

(9:26 pm IST)