Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

‘‘HOUR 72 પ્‍લસ'': મચ્‍છર જેવા જંતુઓ કરડવાથી થતા દર્દો સામે રક્ષણ આપતી પ્રોડકટઃ ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીઅન દ્વારા લોંચ કરાયેલી પ્રોડકટને હાર્વર્ડ બિઝનેસ સ્‍કૂલ આયોજીત ન્‍યુ વેન્‍ચર કોમ્‍પીટીશનમાં ૭૫ હજાર ડોલરનું ઇનામ

બોસ્‍ટનઃ હાર્વર્ડ બિઝનેસ સ્‍કૂલમાં યોજાયેલી ન્‍યુ વેન્‍ચર કોમ્‍પીટીશનમાં બોસ્‍ટન મેસ્‍સેચ્‍યુએટસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીઅન અબરાર કારાનએ લોંચ કરેલી HOUR 72 પ્‍લસ પ્રોડકટ ગ્રાન્‍ડ પ્રાઇઝ વિજેતા બની છે.

શ્રી અબરાન કારાર તથા એન્‍ડ્રયુ રોથસ સંશોધિત પ્રોડકટ મચ્‍છર જેવા જંતુઓ કરડવાથી થતા દર્દો સામે રક્ષણ આપે છે. જેની અસર ૭૨ પ્‍લસ એટલે કે ૩ દિવસ ઉપરાંત રહે છે. આ પ્રોડકટ કુદરતી તત્‍વોમાંથી બનાવાતી હોવાથી સલામત પણ છે.

ન્‍યુ વેન્‍ચર કોમ્‍પીટીશનના આખરી ૧૨ સ્‍પર્ધકો વચ્‍ચે શ્રી અબરાનની પ્રોડકટએ ૭૫ હજાર ડોલરનું ઇનામ મેળવ્‍યુ હતું. હાર્વર્ડ બિઝનેસ સ્‍કૂલ આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં કુલ ૩ લાખ ૧૫ હજાર ડોલરના ઇનામો અપાયા હતા.

(9:26 pm IST)