Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ફ્રાંસના વિલર્સ ગિસ્લેનમાં ભારત ''યુધ્ધ સ્મારક'' નું નિર્માણ કરશે : પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન વિલર્સ ગિસ્લેનની આઝાદી માટે અખંડ ભારતના સૈનિકોએ વહોરેલી શહીદીને ચિરંજીવ રાખવાનો હેતુ : વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજની ઘોષણાં

પેરિસ : ફ્રાંસના પેરિસથી લગભગ ૨૦૦ કિ.મી દૂર આવેલા વિલર્સ ગિસ્લેનમાં પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન અખંડ ભારતના સૈનિકોના યોગદાનને ચિરંજીવ રાખવા ભારત સરકાર 'યુધ્ધ સ્મારક' નું નિર્માણ કરશે. તેવી વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજએ ફ્રાંસની આજરોજ લીધેલી મુલાકાત દરમિયાન ઘોષણાં કરી છે.

ભારતની સશસ્ત્ર ઘોડેસવાર ફોજને બ્રિટીશ શાસન દરમિયાન પ્રથમ વિશ્વયુધ્ધમાં ભાગ લેવા માટે મોકલવામા ંઆવી હતી. આ સૈનિકોના બલિદાન થકી વિલર્સ ગિસ્લેન આઝાદ થયું હતું. આ યુધ્ધ સ્મારક યુરોપનું બીજુ સ્મારક બનશે.

સુશ્રી સુષ્મા સ્વરાજે ફ્રાંસની મુલાકાત પ્રસંગે ઇન્ડિયન હોસ્ટેલની ૫૦ મી વર્ષગાંઠ પ્રસંગે હાજરી આપી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:42 pm IST)