Gujarati News

Gujarati News

News of Sunday, 17th June 2018

ઇન્‍ડિયન અમેરિકન મ્‍યુઝીક ડિરેકટર રોજર કાલિયા તથા સમીર પટેલને સોલ્‍ટી ફાઉન્‍ડેશન એવોર્ડ : ર૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૮ મ્‍યુઝીક ડીરેકટર્સમાં સ્‍થાન મેળવ્‍યું

વોશીંગ્‍ટન : ઇન્‍ડિયન અમેરિકન મ્‍યુઝીક ડીરેકટર રોજર કાલિયા તથા સમીર પટેલની ર૦૧૮ની સાલના સોલ્‍ટી ફાઉન્‍ડેશન યુ.એસ. કેરીઅર આસીસ્‍ટન્‍ટ એવોર્ડ માટે પસંદગી થઇ છે. આ બંને સંગીતકારો આ અગાઉ પણ આ એવોર્ડ મેળવી ચુકેલા છે.

સોલ્‍ટી ફાઉન્‍ડેશન એવોર્ડ માટે પસંદ કરાયેલા કુલ ૮ સંગીતકારોમાં સ્‍થાન મેળવનાર આ બંને સંગીત નિયાણકો પૈકી રોજર કાલિાય પેસિફીક સિમ્‍ફોની ઓરેકેસ્‍ટ્રા મ્‍યુઝીક ડીરેકટર છે. જે આ અગાઉ ર૦૧૩ તથા ર૦૧૭ની સાલમાં સોલ્‍ટી ફાઉન્‍ડેશન યુ.એસ. કેરીયર આસીસ્‍ટન્‍ટ એવોર્ડ વિજેતા બની ચુકેલા છે.

જયારે સમીર પટેલ સાન ડિએગો સિમ્‍ફોની તથા ઇકાહોની સનવેલ્લી સમર સિમ્‍ફોનીમાં આસી. મ્‍યુઝીક ડીરેકટર તરીકે કામગીરી સંભાળે છે. તેમણે ર૦૧૬ તથા ર૦૧૭ની સાલમાં સોલ્‍ટી ફાઉન્‍ડેશન એવોર્ડ મેળવેલો છે.

(11:03 pm IST)