Gujarati News

Gujarati News

News of Sunday, 17th June 2018

યુ.કે. સરકારે રપ દેશો માટે હળવી બનાવેલી Tier-4 વીઝા પોલીસીમાંથી ભારત બાકાત : ભારતના વિદ્યાર્થીઓએ ઇંગ્‍લીશ નોલેજ, આર્થિક સગવડ સહિતના કડક પરીક્ષણોમાંથી પસાર થવું પડશે

લંડન :  વિદેશથી અભ્‍યાસ માટે યુ.કે. આવતા જુદા જુદા દેશોના સ્‍ટુડન્‍ટસને અપાતા Tier-4 વીઝા માટે રપ દેશોના સ્‍ટુડન્‍ટસ માટે સરકારે ઉદાર નીતિ અપનાવી બાંધછોડ કરી છે, પરંતુ આ રપ દેશોમાં ભારતનો સમાવેશ કર્યો નથી. તેથી ભારતના વિદ્યાર્થીઓએ અત્‍યાર સુધીની કડક દસ્‍તાવેજ વિધિમાંથી પસાર થવાનું ચાલુ રાખવું પડશે. જે અપમાનજનક હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

યુ.કે. સરકારે જે દેશો માટે વીઝા નિયમો હળવા બનાવ્‍યા છે. તેમાં યુ.એસ., કેનેડા, ન્‍યુઝીલેન્‍ડ, ચાઇના, બહેરીન સહિતના દેશોની સમાવેશ થાય છે. જે દેશોના વિદ્યાર્થીઓને તેમના શિક્ષણના સ્‍તર, આર્થિક સગવડ, ઇંગ્‍લીશ ભાષાનું જ્ઞાન, તેમજ કૌશલ્‍ય માટેની હળવી વિધિમાંથી પસાર થવાનું રહેશે. આવી બાંધછોડ ભારતના વિદ્યાર્થીઓ માટે નહીં થતા અપમાનજનક સ્‍થિતિ થયાનું લાગ્‍યું છે.

(11:01 pm IST)