Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

યુ.એસ.માં કનેકટીકટના ૪થા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી અરોરાઃ ૧૪ ઓગ.ના રોજ યોજાનારી પ્રાઇમરી ચૂંટણીમાં કોઇ રિપબ્‍લીકન પ્રતિસ્‍પર્ધી નહીં હોવાથી ૬ નવેં.૨૦૧૮ના રોજ ડેમોક્રેટ ઉમેદવાર સામે જનરલ ચૂંટણી લડશે

કનેકટીકટઃ યુ.એસ.માં  કનેકટીકટના ૪થા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફર્મ ફાઉન્‍ડર શ્રી હેરી અરોરાએ રિપબ્‍લીક તરીકે ઉમેદવારી નોંધાવી છે. ૧૪ ઓગ.ના રોજ યોજાનારી પ્રાઇમરી ચૂંટણીમાં તેમની સામે કોઇ પ્રતિસ્‍પર્ધી નહીં હોવાથી તેઓ ૬ નવેં.૨૦૧૮ના રોજ યોજાનારી જનરલ ચૂંટણીમાં વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસમેન જીમ હાઇમ્‍સ સામે ચૂંટણી લડશે.

કેન્‍સર સામે ઝઝુમી સાજા થઇ ગયેલા ૪૮ વર્ષીય શ્રી અરોરા કનેકટીકટને વ્‍યવસાય ક્ષેત્રે આગળ વધારવા, લોકોનું જીવનધોરણ ઊચું લાવવા, સહિતના ક્ષેત્રે ચૂંટણી લડી રહ્યા છે.

(9:48 pm IST)