Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

યુ.એસ.ના ફલોરિડામાં ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીઅન ડો.મોના જૈનના નામે નવી સ્‍કૂલ શરૂ કરાશેઃ ઓગ.૨૦૧૯ થી શરૂ થનારી મિડલ સ્‍કૂલને ડો.મોના જૈનનું નામ આપવાના પ્રસ્‍તાવને સ્‍કૂલ બોર્ડ ઓફ ફલોરિડાની સર્વાનુમતે મંજુરીઃ વિદેશની ધરતી ઉપર ભારતનું ગૌરવ વધારતા ડો.જૈન

ફલોરિડાઃ યુ.એસ.માં સ્‍થાયી થયેલા ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન ડો.મોના જૈનના નામથી ફલોરિડામાં ઓગ.૨૦૧૯ થી નવી મિડલ સ્‍કૂલ શરૂ કરાશે. જે વચન ભારત માટે ગૌરવપ્રદ બાબત  છે.

ડો.મોના જૈનના નામથી મિડલ સ્‍કૂલ શરૂ કરવાના પ્રસ્‍તાવને ૧૩ માર્ચ ૨૦૧૮ના રોજ સ્‍કૂલ બોર્ડ ઓફ ફલોરિડાએ સર્વાનુમતે મંજુરી આપી દીધી છે.

ડો.જૈનના ફલોરિડામાં આરોગ્‍ય તેમજ શિક્ષણ ક્ષેત્રે લાંબા સમયના વિશિષ્‍ટ પ્રદાનને ધ્‍યાને લઇ આ નિર્ણય લેવાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:57 pm IST)