Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

‘‘ફ્રી હેલ્‍થફેર'': IHCNJ તથા શ્રી સંતરામ ભકત સમાજ ઓફ USAના સંયુક્‍ત ઉપક્રમે ૧ એપ્રિલ રવિવારે સમરસેટ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજનઃ ડાયાબિટીસ,બ્‍લડ પ્રેસર, આંખોની તપાસ, કોલેસ્‍ટેરોલ, કેન્‍સર, ફિઝીકલ તથા ડેન્‍ટલ સહિતના રોગોનું નિદાન કરી રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાશેઃ ૪૦ વર્ષથી વધુ વયના તથા વીમો નહીં ધરાવતા લોકો લાભ લઇ શકશે

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ શ્રી સંતરામ ભક્‍ત સમાજ ઓફ USA તથા ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી (IHCNJ)ના સંયુક્‍ત ઉપક્રમે આગામી ૧ એપ્રિલ ૨૦૧૮ રવિવારના રોજ ‘‘ફ્રી હેલ્‍થ સ્‍ક્રિનિંગ એન્‍ડ ડીસીઝ પ્રિવેન્‍શન ફેર''નું આયોજન કરાયુ છે.

યુક્રેનિઅન કલ્‍ચરલ સેન્‍ટર,સમરસેટ, ન્‍યુજર્સી મુકામે યોજાનારા આ હેલ્‍થ ફેરનો સમય સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્‍યા સુધીો રાખવામાં આવ્‍યો છે.

આ કેમ્‍પમાં ડાયાબિટીસ, કોલેસ્‍ટેરોલ, બ્‍લડ પ્રેસર, EKG આંખોની તપાસ, ફીઝીકલ, તથા ડેન્‍ટલ એકઝામિનેશન, કાર્ડિઆક, કેન્‍સર સ્‍ક્રિનીંગ, રોગો થતા અટકાવવા માટે માર્ગદર્શન સાથે ફીઝીકલ થેરાપી, ડાયેટ્રી, વેઇટ મેનેજમેન્‍ટ, તથા મેન્‍ટલ હેલ્‍થ વિષયક જાણકારી અપાશે. કેમ્‍પનો લાભ મેડીકલ ઇન્‍સ્‍યુરન્‍સ નહીં ધરાવતા, અથવા ઓછો ધરાવતા ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકો લઇ શકાશે.

કેમ્‍પમાં વહેલા તે પહેલા ધોરણે નિદાન કરી અપાશે. કેમ્‍પનો લાભ લેવા ઇચ્‍છુકોએ સવારે ૯ થી ૧૦ વાગ્‍યા સુધીમાં હાજર થઇ જવું જરૂરી છે.

૧૦ વાગ્‍યા પછી રજીસ્‍ટ્રેશ નહી કરાય તેમ જણાવાયું છે.

વિશેષ માહિતી માટે ડો.તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯ અથવા શ્રી સંતરામ ભક્‍ત સમાજ ઓફ USAનો કોન્‍ટેક નં.૭૩૨-૯૦૬-૦૭૯૨ દ્વારા સંપર્ક સાધવા IHCNJ પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૦ વર્ષથી સાઉથ ઇન્‍ડિયન પ્રજાજનોની આરોગ્‍ય સેવા માટે કાર્યરત IHCNJ ની ૨૦મી વાર્ષિક જયંતિ ૧ ડીસે.૨૦૧૮ના રોજ ન્‍યુજર્સી ખાતે ઉજવશે.

(11:21 pm IST)