Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને પત્ની બુશરા બીબીના ભરપેટ વખાણ કર્યા : બુશરા બહુ બુદ્ધિશાળી છે : હું દેશના દરેક નિર્ણયોની તેની સાથે ચર્ચા કરું છું : તેના સલાહ સૂચનને ધ્યાનમાં લઉં છું :જર્મનીના અખબાર ડેર સ્પીગલને આપેલા ઇન્ટરવ્યૂમાં નિખાલસ કબૂલાત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને તાજેતરમાં જર્મનીના અખબાર ડેર સ્પીગલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન પત્ની બુશરા બીબીના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારી પત્ની બુશરા બીબી ખુબ બુદ્ધિશાળી છે. સાથોસાથ  નિખાલસ કબૂલાત કરતા જણાવ્યું હતું કે  હું દેશના દરેક નિર્ણયોની તેની સાથે ચર્ચા કરું છું .તથા તેના સલાહ સૂચનને ધ્યાનમાં લઉં છું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સરકાર ઇમરાનખાનની પત્ની બુશરા બીબી ચલાવે છે.તેવા આક્ષેપો દરમિયાન ઉપરોક્ત ઇન્ટરવ્યૂ ઘણો સંદેશ આપી જાય છે.બુશરા બીબી જાદુ ટોના જાણે છે તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે.

(8:33 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 1 નવેમ્બરના રોજ બિહારના પ્રવાસે : છપરા , સમસ્તીપુર ,પૂર્વ તથા પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી સભા સંબોધશે : મુખ્યમંત્રી નીતિશકુમાર ,તથા જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જોડાશે : પોલીસ ડિપાર્ટમેન્ટ ,બોમ્બ નિરોધક સ્ક્વોડ ,સહિતની ટિમો સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ access_time 8:31 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST