Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

''જયાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત'': અમેરિકાના કેલિફોર્નિયામાં ર તથા ૩ નવેં.૨૦૧૯ના રોજ ''ગુજરાતી યુનિટી ફેસ્ટીવલ'': ભજન,કિર્તન,ડાન્સ,રાસ ગરબા, કોમેડી, ગુજરાતી ફિલ્મોનું નિદર્શન સહિત વિવિધ આયોજનો

કેલિફોર્નિયાઃ જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, અમેરિકામાં ગુજરાતી સોસાયટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે ઓન્ટારીયો મુકામે આવેલા કન્વેન્શન સેન્ટરમાં આગામી ર તથા ૩ નવેં.૨૦૧૯ના રોજ સૌપ્રથમવાર ''ગુજરાત યુનિટી ફેસ્ટીવલ''નું આયોજન કરાયું છે.

દ્વિદિવસિય ફેસ્ટીવલ અંતર્ગત સવારે ૧૦ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા દરમિયાન તમામ ઉમરના લોકો માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ તકે ભારતના સુવિખ્યાત ભજનિક ઓસમાણ મીર ભજન સાથે સુફી મ્યુઝીકની રંગત જમાવશે. રાસ તથા ગરબાની પણ રમઝટ બોલશે.

ગુજરાતી ફિલ્મો બતાવાશે. કોમેડી ગૃપ દર્શકોને પેટ પકડીને હસાવશે. સ્થાનિક કલાકારો મ્યુઝીક,ડાન્સ,સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પેશ કરશે. તેવું જાણવા મળે છે વિશેષ માહિતિ શ્રી પ્રમોદ મિસ્ત્રીના કોન્ટેક નં.૨૧૩-૬૧૦-૫૮૨૪ દ્વારા મળી શકશે.

(7:34 pm IST)