Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

અમેરિકામાં સનાતન ધર્મ ટેમ્પલ ઓફ નોર્વાક મુકામે દિવાળી ઉત્સવ ઉજવાયો : શ્રીજી મંદિરના પુનરોધ્ધાર માટે ફંડ ભેગું કરાયું : 500 ઉપરાંત વૈષ્ણવોની ઉપસ્થિતિ

કેલિફોર્નિયા : અમેરિકામાં સનાતન ધર્મ ટેમ્પલ ઓફ નોર્વાક મુકામે 18 ઓક્ટોબરના રોજ દિવાળી ઉત્સવ ઉજવાયો હતો.જેમાં  શ્રીજી મંદિરના પુનરોધ્ધાર માટે ફંડ ભેગું કરવા રેફલ ડ્રો સહિતના આયોજનો કરાયા હતા ઉત્સવની ઉજવણીમાં  500 ઉપરાંત વૈષ્ણવોએ હાજરી આપી હતી.

મંદિરના નવા બિલ્ડિંગમાં વિશાળ  કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ કરાઈ રહી છે તેવું પ્રસિડન્ટ શ્રી ભાર્ગવ પટેલએ જણાવ્યું હતું

આ તકે ભારતથી આવેલા મ્યુઝિક ગ્રુપએ બૉલીવુડ ગીતોથી ઉપસ્થિતોને ખુશ કરી દીધા હતા.

(3:32 pm IST)