Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

યુ.એસ.માં કેલિફોર્નિયાના ૨૫મા એસેમ્બલી ડીસ્ટ્રીકટમાંથી ઇન્ડિયન અમેરિકન મહિલા ૨૮ વર્ષીય સુશ્રી નતાશા ગુપ્તાએ ઉમેદવારી નોંધાવીઃ સ્ટેટમાં વ્યાપ્ત વર્ણભેદ અને રંગભેદ નાબુદ કરવાનો હેતુ

કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન મહિલા ૨૮ વર્ષીય નતાશા ગુપ્તાએ કેલિફોર્નિયાના ૨૫મા એસેમ્બલી ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડવા ૧૪ સપ્ટેં.ના રોજ ઉમેદવારી નોંધાવી છે.

સુશ્રી ગુપ્તા રાજકારણ સાથે જોડાયેલા નથી. પરંતુ જુલાઇ માસમાં સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલ ગિલોરી ગાર્લિક ફેસ્ટીવલમાં થયેલ ગોળીબારની ઘટનાથી ૪ લોકોના મોત નિપજતા તેમનું હૈયું હચમચી ગયું હતું. જમાં ગોળીબારના આગલા દિવસે તેઓ તેમના પતિ સાથે ગયા હતા.

આપી સ્ટેટમાં આમુલ પરિવર્તન લાવવાના હેતુ સાથે તેમણે ચૂંટણી લડવાનો નિધાર્ર કર્યો છે. તથા રંગભેદ,વર્ણભેદ નાબુદ કરવાના હેતુ સાથે ચંુટણીમાં ઝંપલાવ્યું છે. 

(8:11 pm IST)