Gujarati News

Gujarati News

News of Friday, 25th October 2019

અમેરિકામાં ન્યુયોર્કની હોટેલોમાં વપરાતી સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ્સ ઉપર પ્રતિબંધ મુકતુ બિલ સેનેટમાં રજુઃ હોટેલ એશોશિએશન ઓફ ન્યુયોર્ક સીટી વતી ceo ઇન્ડિયન અમેરિકન શ્રી વિજય દાંડાપાનીએ સમર્થન ઘોષિત કર્યુ

ન્યુયોર્કઃ યુ.એસ.ના ન્યુયોર્કમાં આવેલી હોટેલોમાં વપરાતી સિંગલ યુઝ પ્લાસ્ટીક બોટલ્સ ઉપર પ્રતિબંધ મુકતું બિલ ૧૮ સપ્ટેં.૨૦૧૯ના રોજ સેનેટમાં મુકાયુ છે. આ બોટલ્સ શેમ્યુ, કન્ડીશ્નર, સહિતની વસ્તુઓ રાખવા માટે વપરાય છે જે પર્યાવરણ માટે નુકશાન કારક હોવાથી તેના ઉપર પ્રતિબંધ મુકવાના બિલને હોટેલ એશોશિએશન ઓફ ન્યુયોર્ક સીટી વતી ઇન્ડિયન અમેરિકન પ્રેસિડન્ટ તથા ceo શ્રી  વિજય દાંડાપાનીએ સમર્થન ઘોષિત કર્યુ છે. તથા પર્યાવરણ સુરક્ષામાં એશોશિએશનનો સહકાર હોવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ન્યુયોર્ક શહેરમાં દર વર્ષે ૨૭ મિલીયન જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટીક બોટલ્સ વપરાય છે.

(8:10 pm IST)