Gujarati News

Gujarati News

News of Friday, 25th October 2019

અમેરિકાના હયુસ્ટનમાં ઇન્ટરનેશનલ મિડીયા કોન્ફરન્સ યોજાઇઃ સાઇબર ક્રાઇમ તથા મિડીયા ક્ષેત્રે પડકાર સહિત વિવિધ વિષયો પર સેમિનાર, વર્કશોપ,ઉદબોધન, એવોર્ડ વિતરણ કાર્યક્રમો યોજાયાઃ ઇન્ડો અમેરિકન પ્રેસ કલબ હયુસ્ટન તથા દલાસ ચેપ્ટર આયોજીત ૪ દિવસિય કોન્ફરન્સમાં ભારત સહિત વિવિધ દેશોના ૫૦૦ જેટલા મિડીયા વ્યાવસાયિકો ઉમટી પડયા

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં તાજેતરમાં ૧૧ ઓકટો.થી ૧૪ ઓકટો. ૨૦૧૯ દરમિયાન ૬ઠ્ઠી વાર્ષિક ઇન્ટર નેશનલ મિડીયા કોન્ફરન્સ યોજાઇ ગઇ. જેમાં વિશ્વભરના ૫૦૦ જેટલા મિડીયા વ્યાવસાયીઓ ઉમટી પડયા હતા.

''ઇન્ડો અમેરિકન પ્રેસ કલબ (IAPC)''તથા હયુસ્ટન તેમજ દલાસ ચેપ્ટરના સંયુકત ઉપક્રમે યોજાયેલી આ કોન્ફરન્સ વિવિધ વિષયો ઉપર સેમીનાર, વર્કશોપ, ટ્રેનીંગ સેશન્શ, તથા વર્તમાન સમયમાં મિડીયા ક્ષેત્રે પડકાર સહિતના વિષયો ઉપર ઉદબોધન તેમજ પેનલ ડીસ્કશન, એવોર્ડ વિતરણ,સહિતના આયોજનો કરાયા હતા.

આ તકે એબીસ ન્યુઝના શ્રી જોબીન પાનીકર, હયુસ્ટન સ્થિત ડો.ચંદ્ર મિત્તલ, સાઉથ એશિઅન ટામ્સના શ્રી કમલેશ મહેતા, શ્રી ફ્રીક્ષમોન મિચેલ, શ્રી હરીશ નામ્બુથીરી, શ્રી બિજુ ચાકો,ડો.બિજુ થોમસ, શ્રી હરીશ વાસુદેવન, ડો.અરૂણકુમાર, શ્રી જેકોબ ઇસો,શ્રી સુરેશ રામક્રિશ્નન, શ્રી સંતોષ અબ્રાહ્મ સુશ્રી એમ.એસ.શશિકલા, સહિતનાઓએ સાઇબર ક્રાઇમ અને મિડીયા વિષયક પેનલ ડીસ્કશનમાં ભાગ લીધો હતો. ભારતથી આવેલા પત્રકારો પણ તમામ કાર્યક્રમોમાં જોડાયા હતા.

(8:07 pm IST)