Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

સિંગાપોર સ્થિત ભારતીય મૂળના દંપતિ ઉપર બાંગલાદેશી મહિલાઓની માનવ તસ્કરીનો આરોપ

સિંગાપોરઃ સિંગાપોર સ્થિત ભારતીય મૂળના દંપતિ ૫૧ વર્ષીય મલકર સવલારમ અનંત તથા ૩૧ વર્ષીય પત્ની પ્રિયંકા ભટ્ટાચાર્ય રાજેશ ુપર માનવ તસ્કરી તથા કર્મચારીઓના શોષણ ઉપરાંત પાસપોર્ટ જપ્ત કરી લેવાનો આરોપી લગાવાયો છે.

ટુડે સમાચાર પત્રમાં દર્શાવાયા મુજબ બાંગલાદેશી મહિલાઓને નાઇટ કલબમાં પુરતું વેતન નહીં આપવાનો તથા એક મહિલાને વેશ્યાવૃતિમાં ધકેલવાનો આરોપ છે. તથા તેઓને પોતાના નિવાસ સ્થાનમાં બંધક બનાવી મોબાઇલ તથા પાસપોર્ટ જપ્ત કરી લેવાના આરોપો લગાવાયા છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)