Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ઇન્ડિયન અમેરિકન હાઇસ્કૂલ સ્ટુ઼ડન્ટ સાક્ષી સત્પથિને ''નેશનલ ગોલ્ડ એવોર્ડ'': બાળ વિવાહ તથા માનવ તસ્કરી વિરૂધ્ધ ઝુંબેશ ચલાવવા બદલ ગર્લ્સ સ્કાઉટ દ્વારા ૨૦૧૮ની સાલનો એવોર્ડ એનાયત

કેલિફોર્નિયાઃ બાળ વિવાહ તથા માનવ તસ્કરી અટકાવવા કાર્યરત ઇન્ડિયન અમેરિકન તરૂણી સાક્ષી સત્યથિને ગર્લ્સ સ્કાઉટ તરફથી ૨૦૧૮ની સાલનો નેશનલ ગોલ્ડ એવોર્ડ એનાયત થયો છે.

૧૦ ઓકટો.ના રોજ વિવિધ પ્રોજેકટ માટે પસંદ કરાયેલા ૧૦ વિજેતાઓમાં સાક્ષીએ સ્થાન મેળવ્યું છે. તે કેલિફોર્નિયામાં પાલો આન્ટો ખાતેની હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે. તથા ગર્લ્સ રાઇટસઃ એન્ગેજ, એમ્પાવર, ટ્રેઇન (GREET) પ્રોજકટની ફાઉન્ડર છે. તથા બાળવિવાહ અને માનવ તસ્કરી વિરૂધ્ધ વેબસાઇટ, યુટયુબ સહિતના માધ્યમો દ્વારા ડોકયુમેન્ટરી, ફિલ્મ, સહિતનો ફેલાવો કરી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. તેણે આ વિષય ઉપર બનાવેલી ફિલ્મો ૧૫ દેશોમાં વાઇરલ થઇ છે.

સુશ્રી સાક્ષી ભવિષ્યમાં કલાઇમેટ ચેન્જ, મહિલા સશકિતકકરણ, લઘુમતિના હિતોનું રક્ષણ, સહિતના ક્ષેત્રે પણ ઝુંબેશ ચલાવી કાર્યરત રહેવા માંગે છે.

(10:22 pm IST)