Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ભારતમાં એનર્જી, હેલ્થકેર, ડીજીટલ ટેકનોલોજી સહિતના ક્ષેત્રે રોકાણો કરવાની તકઃ અમેરિકાથી ભારત આવેલા અગ્રણી વ્યાવસાયિરકોના પ્રતિનિધિ મંડળ USISPFને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો અનુરોધ

ન્યુ દિલ્હીઃ તાજેતરમાં અમેરિકાના અગ્રણી બિઝનેસ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ''યુનાઇટેડ સ્ટેટસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ''(USISPF)ભારતની મુલાકાતે આવ્યું  છે. જેણે ૩૦ ઓકટો.ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

શ્રી મોદીએ આ પ્રતિનિધિ મંડળમાં શામેલા અગ્રણીઓને ઉદબોધન કર્યુ હતું. તથા ચર્ચા વિચારણાઓ કરી હતી. જે દરમિયાન તેમણે આ આગેવાનોને ભારતમાં એનર્જી, હેલ્થકેર, ડીજીટલ ટેકનોલોજી ક્ષેત્રે રોકાણો કરી વ્યાવસાયની તક ઝડપવા અનુરોધ કર્યો હતો.

પ્રતિનિધિ મંડળે ભારત દ્વારા છેલ્લા ૪ વર્ષથી મળી રહેલા વ્યાવસાયિક સહયોગને બિરદાવ્યો હતો. તથા આગામી દિવસોમાં પણ ભારત સાથે વ્યાવસાયિક નાતો વધારવાની ખાત્રી આપી હતી. તથા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં યોજાનારી સમિટ આ બાબતે ઉપયોગી નિવડશે.

પ્રતિનિધિ મંડળના જણાવ્યા મુજબ અમેરિકાના વ્યાવસાયિકોએ ભારતમાં ૯૦ મિલીયન ડોલરનું રોકાણ કર્યુ છે. તથા ૬.૬ મિલીયન જેટલી રોજગારીનું નિર્માણ કર્યુ છે. તેમજ ભારતમાં સંશોધન ક્ષેત્રે પાંચ પોઇન્ટ પાંચ બિલીયન ડોલરનું રોકાણ કર્યુ છે.

(10:21 pm IST)