Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

પાકિસ્તાનમાં શીખ યુવતિના અપહરણ બાબતે નવો વળાંકઃ યુવતિને ઘેર પરત મોકલાઇ હોવાના સમાચાર સત્યથી વેગળાઃ લાહોર ખાતેના આશ્રય સ્થાનમાં હોવાનો પંજાબ સરકારનો ખુલાસો

ઇસ્લામા બાદઃ પાકિસ્તાનમાં અપહરણ કરાવેલી શીખ યુવતિને ઘેર પરત મોકલી દેવાઇ હોવાના સમાચારોમાં ગલતફેમી હોવાનું જાણવા મળે છે. જે મુજબ આ યુવતિને તેના ઘેર પરત મોકલાઇ નથી પરંતુ લાહોરમાં આશ્રય સ્થાનમાં રાખવામાં આવી છે. તેમજ તેણે સ્વૈચ્છિક રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનું કોર્ટમાં જણાવ્યુ છે તેવી દલીલ વચ્ચે પાકિસ્તાની પંજાબની સરકારે શીખ પરિવાર તથા શીખ અગ્રણી સમુહ સાથે ચર્ચા કરવા હાઇ લેવલ કમિટીની રચના કરી છે. જેના દ્વારા હકીકતોની ખરાઇ કરાશે.

ઉલ્લેખનીય છે કે શીખ ગુરૃદ્વારાના મુખ્ય પુજારીની પુત્રીનું તેના ઘેરથી ૨૭ ઓગ.ના રોજ બંદુકની અણીએ અપહરણ કરાયા બાદ દબાણપૂર્વક ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી મુસ્લિમ યુવક સાથે નિકાહ પઢાવી દેવાયા છે. તેવી પાકિસ્તાન, ભારત, સહિત વિશ્વભરમાં તેના ઘેરા પડઘા પડયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:52 pm IST)