Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

પાકિસ્તાનમાં 27 ઓગસ્ટના રોજ અપહરણ કરાયેલી શીખ યુવતી ઘેર પરત : ભારત સરકારે કરેલી ટેલિફોનિક રજૂઆતનો પડઘો : બંદૂકની અણીએ અપહરણ કરી જનાર 8 આરોપીઓની ધરપકડ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં 27 ઓગસ્ટના રોજ અપહરણ કરાયેલી શીખ યુવતી ઘેર પરત આવી જતાં પરિવારજનોએ હાશકારાનો દમ લીધો છે.શીખ ગુરુદ્વારાના મુખ્ય પુજારીની પુત્રીનું ઘરમાં આવી અમુક લોકો બંદૂકની અણીએ અપહરણ કરી ગયા હતા.જે અંગે પાકિસ્તાનના વડાપ્રધાન તેમજ આર્મી ચિફ સુધી રજુઆત થઇ હતી.તેમજ ભારતના સત્તાધીશોને પણ વાકેફગાર કરાયા હતા.

વિશ્વવ્યાપત શીખ સમૂહમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.છાશવારે પાકિસ્તાનમાં બનતા લઘુમતી કોમની યુવતીઓના અપહરણ ,ફરજીયાત ધર્માન્તર તથા લગ્ન ના બનાવોને ધ્યાને લઇ ભારત સરકારે પણ પાકિસ્તાનના સત્તાવાળાઓ સમક્ષ ઉપરોક્ત યુવતી તુરંત મુક્ત થાય તેવા પ્રયત્નો કરવા વિનંતી કરી હતી જેના પડઘારુપે સક્રિય બનેલી સરકારે આ યુવતીને મુક્ત કરાવી છે. તથા 8 આરોપીઓની નાનકાના સાહિબના પોલીસ ડિપાર્ટમેન્ટ મારફત ધરપકડ કરાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:18 pm IST)